Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સોની વેપારી સાથે છેતરપિંડીની વધુ એક પોલીસ ફરિયાદ

જામનગરમાં સોની વેપારી સાથે છેતરપિંડીની વધુ એક પોલીસ ફરિયાદ

ગીરવે મુકેલું સોનુ છોડાવવા વેપારીને વિશ્વાસમાં લીધો : રૂા.6.99 લાખની રકમ મેળવી વિશ્વાસઘાત : અગાઉ પણ એક વેપારી સાથે છેતરપિંડી આચરી : પોલીસ દ્વારા બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગરની સોની બજારના વેપારી સાથે ગીરવે પડેલું સોનુ છોડાવવા માટે લોન મેળવવા બે શખ્સોએ વેપારી પાસેથી રૂા.6.99 લાખની રકમ મેળવી અને વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચર્યાની વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. આ અગાઉ આ બન્ને શખ્સો વિરૂધ્ધ એક વેપારી સાથે આ જ રીતે છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગરના ચાંદીબજાર લાલબાગમાં વિસ્તારમાં રહેતાં અને સોની કામ કરતા નિલેશ વ્રજલાલ માંડલિયા નામના સોની વેપારી પાસે વસીમ ખીરા અને ઈકબાલ ઈબ્રાહિમ ખીરા નામના બે શખ્સો 28 ફેબ્રુઆરીના રોજ આવ્યા હતાં અને તેમણે પોતાનું ગીરવે પડેલું સોનું છોડાવી વેપારીને વહેંચી નાખવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ બન્ને શખ્સોએ સોની વેપારી પાસેથી રૂા.1,99,000 અને માર્ચ મહિનામાં રૂા.5 લાખ રોકડા લીધા હતાં. આમ આ બન્ને શખ્સોએ સોની વેપારી પાસેથી કુલ રૂા.6,99,000 ની રકમ પડાવી લીધી હતી.

બાદમાં બન્ને શખ્સો દ્વારા સોનુ વેંચવા માટે છોડાવીને ન લઇ આવતાં વેપારીએ આ બન્ને શખ્સો પાસે સોનાની માંગણી કરી હતી પરંતુ સોનુ ન આપતા વેપારીએ તેણે આપેલા રૂા.6.99 લાખની માંગણી કરી હતી. અવાર-નવાર વેપારી દ્વારા રૂપિયાની માંગણી કરાતા બન્ને શખ્સોએ વેપારીને ‘રૂપિયા નથી આપવા તમારાથી જે થાઈ તે કરી લેજો’ અને ‘ચેક લઇને ફર્યા કરજો’ આમ જણાવતા વેપારી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી થયાનું જણાતા આખરે વેપારીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ એન.વી. હરિયાણી તથા સ્ટાફે નિલેશ માંડલિયાના નિવેદનના આધારે વસીમ ખીરા અને ઈકબાલ ઈબ્રાહિમ ખીરા નામના બે શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ આ બન્ને શખ્સો વિરૂધ્ધ અગાઉ પણ એક વેપારી સાથે લાખોની રકમ આ જ રીતે ગીરવે મુકેલું સોનુ છોડાવી વેંચવા માટેની લાલચ આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી અને હવે બીજી ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular