Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ખેડૂતની જમીન પચાવી પાડયાની પોલીસ ફરિયાદ

જામનગરના ખેડૂતની જમીન પચાવી પાડયાની પોલીસ ફરિયાદ

વિરપરમાં આવેલી આઠ વીઘા જમીન ઉપર અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્જો : લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા કલેકટરમાં અરજી : પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી

- Advertisement -

જામનગર શહેરમાં સુમેર કલબ રોડ પરના વિસ્તારમાં રહેતાં ખેડૂત પ્રૌઢની માલિકીની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી આઠ વીઘા ખેતીની જમીન જામનગરના જ શખ્સે છેલ્લાં અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી. પ્રૌઢ દ્વારા અવાર-નવાર જમીન ખાલી કરવા માટે કહેતા ધમકી આપવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે એક શખ્સ વિરુધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં સુમેર કલબ રોડ પર હાથી કોલોની શેરી નં.1 માં રહેતાં રામજીભાઈ આંબાભાઈ ગઢીયા નામના પટેલ પ્રૌઢની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી 1.29.70 હે.આ. રે. (આઠ વીઘા) ખેતીની જમીન છેલ્લાં અઢી વર્ષથી જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા રસિક ખીમજી ઉર્ફે ખીમા ધાડિયા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી પચાવી પાડી હતી. આ જમીન ખાલી કરાવવા માટે પ્રૌઢે અવાર-નવાર રસિકને કહ્યું હતું પરંતુ રસિકે જમીન ખાલી કરવાને બદલે મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે જૂન 2021 માં પ્રથમ વખત લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને અરજી કરી હતી. જે સંદર્ભે રસિકે આ જમીન એક મહિનામાં ખાલી કરી આપવાની ખાતરી આપી હતી પરંતુ આ જમીન ખાલી કરી ન હતી.

ત્યારબાદ રામજીભાઈએ ફરીથી નવેમ્બર-2021 માં કલેકટરમાં લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ તપાસની અરજી કરતા કલેકટર દ્વારા આ પ્રકરણની તપાસ કરી અને જિલ્લા પોલીસવડાને ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. જેના આધારે ડીવાયએસપી કૃણાલ દેસાઈ તથા સ્ટાફે લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ રસિક ખીમજી ધાડિયા વિરુધ્ધ જમીન પચાવી પાડયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular