જામનગર નજીક દરેડ જીઆઈડીસી ફેસ-3 વિસ્તારમાં રહેતી તરૂણીનું અપહરણ કરી ગયાની પરપ્રાંતિય શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ 3 માં પોતાના પરિવાર સાથે રહીને મજૂરી કામ કરતી 16 વર્ષની તરૂણી જે તા.17 ના રોજ એકાએક પોતાના ઘરેથી લાપતા બની ગઈ હતી. જેની શોધખોળ દરમિયાન દરેડ વિસ્તારમાં રહેતો શખ્સ તરૂણીને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પંચ બી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.