Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરVideo : લ્યો બોલો...પોલીસ વડાનું ફેસબુક એકાઉન્ટ સુરક્ષિત ન રહ્યું

Video : લ્યો બોલો…પોલીસ વડાનું ફેસબુક એકાઉન્ટ સુરક્ષિત ન રહ્યું

એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પ્રજાજોગ અપીલ : સોશિયલ મીડિયાનો જરૂર પડતો ઉપયોગ કરો : કોઇપણ મેસેજની તપાસ કે ખરાઈ કરવી જરૂરી

- Advertisement -

ડિજીટલ યુગમાં સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગના કારણે ફાયદાની સાથે ગેરફાયદા પણ એટલા જ છે. પ્રજાની સુરક્ષા અને સલામતી માટે એલર્ટ રહેતાં પોલીસ વિભાગના વડાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબુક ફ્રેન્ડ પાસેથી નાણાં પડાવવા કીમીયા આચરનાર વિરૂધ્ધ પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

કોરોનાકાળ બાદ ડીજીટલ લાઈઝેશન ઝડપથી દેશભરમાં વધી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ભારતમાં અનેકગણી વધી ગઈ છે અને આ સોશિયલ મીડિયાના ઉપયોગથી થતા ફાયદાઓની સાથે સાથે ગેરફાયદા પણ એટલા જ છે. છેતરપિંડી આચનારાઓ માટે નવું અને વિશાળ પ્લેટફોર્મ બનતું જાય છે. જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટવીટરમાં ફેકઆઈડી બનાવી પૈસાની માંગણી કરી નાણાં ખંખેરતા હોય છે. ત્યારે જામનગર જિલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ સોશિયલ મીડિયાના હેકર્સનો ભોગ બન્યા છે. જેમાં તેમનું ફેક ફેસબુક આઈડી બનાવી ફેસબુક ફ્રેન્ડ પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ કરતાં હોય છે. જો કે, પોલીસ અધિક્ષકનું ફેક ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવતા જામનગર જિલ્લા સાઇબર ટીમ એકશનમાં આવી ગઇ હતી.

- Advertisement -

આ બનાવટી ફેસબુક આઈડીમાં રહેલાં ફ્રેન્ડસ પાસેથી પૈસા મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે આજે એસપી પ્રેમસુખ ડેલુએ ખૂદ જાહેર જનતા જોગ અપીલ કરી ચેતવ્યા હતાં અને સોશિયલ મીડિયાનો જરૂર પડે તેટલો જ ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી હતી અને કોઇને પણ ફેસબુક ઉપર આવવા મેસેજ આવે તો સૌ પ્રથમ તપાસ અને ખરાઈ કરવી જરૂરી છે. કેમ કે હેકર્સો ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો પાસેથી નાણાં પડાવતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular