જામનગર સીટી એ પોલીસે ઘરફોડ ચોરીના બે કેસમાં ગયેલ સોનાના દાગીના, રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.8,83,400ની કિંમતના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર સીટી એ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસ નોંધાયો હતો. આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ શખ્સ ગુજરાતી વાડમાં કોઇ ગુન્હાને અંજામ આપવા આંટાફેરા કરતો હોવાની સીટી એ ના પો.કો. વિક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા તથા કિશોરભાઇ ગાગીયાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના મુજબ સીટી એ ના પીઆઇ એન.એ. ચાવડા, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા, મહેશભાઇ મોરી, પો.કો. વિક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ગાગીયા, હરપાલસિંહ પરમાર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન એઝાઝ ઉર્ફે એઝલો કાદર દાઉદ શેખ નામના શખ્સને ઝડપી લીધો હતો.
આરોપી પાસેથી રૂા.17,000ની રોકડ, રૂા.143000ની કિંમતની બે નંગ સોનાની ગાભા કડલી, રૂા.183000ની કિંમતનું સોનાનો કડપ પાસી વાળો ચેઇન, રૂા.32500ની કિંમતનો સોનાનો સતારા બોલવાળો ચેઇન, રૂા.56000ની કિંમતનું સોનાના ઝાળી વાળુ પેન્ડલ, રૂા.18000ની કિંમતનું સોનાનું નાનુ પેન્ડલ સહિત કુલ રૂા.4,32,500ની કિંમતના સોનાના દાગીના રૂા.80000ની કિંમતનો આઇફોન સહિત કુલ રૂા.5,29,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી રૂા.5000ની કિંમતનો બ્લુ કલરનો રેડમી કંપનીનો મોબાઇલ, રૂા.7000ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ, રૂા.4000ની કિંમતનો કોફી કલરનો વીયો કંપનીનો મોબાઇલ, રૂા.5000ની કિંમતનો વીયો કંપનીનો મોબાઇલ સહિત કુલ રૂા.21000ની કિંમતના ચાર મોબાઇલ ફોન શક પડતી મિલ્કત તરીકે કબ્જે કર્યા હતાં.
View this post on Instagram
આરોપીની પુછપરછ દરમિયાન પોતે ચોરી કરેલ અન્ય સોનાના દાગીના પોતાના મિત્ર સકીલ અનવર ખફી તથા સાહિલ રહીમ સેતા નામના શખ્સને વેંચવા માટે સાચવવા આપ્યા હોવાની કેફીયત આપતા તે આરોપીઓની તપાસ હાથ ધરાઇ હતી. આ દરમિયાન આ આરોપીઓ ચાંદીબજાર બુગદામાં સોનાના દાગીના વેંચવા માટે આંટાફેરા કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન સકીલ અનવર ખફી તથા સાહિલ રહીમ સેતા નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં. બન્ને શખ્સો પાસેથી રૂા.45000ની કિંમતની સોનાની લાંબી ઘોડા વીંટી, રૂા.40,000ની કિંમતની સોનાની વીંટી, રૂા.31500ની સોનાની તુટેલી વીંટી, રૂા.31400ની કિંમતની સોનાની નંગ વાળી તારવાળી વીંટી, રૂા.38000ની કિંમતની સોનાની નંગવાળી વીંટી, રૂા.80000ની કિંમતની સોનાની બુટીની જોડી, રૂા.37000ની કિંમતની સોનાની લંબગોળ તારવાળી બુંટીની જોડ સહિત કુલ રૂા.3,02,000ની કિંમતના સોનાના દાગીના તથા રૂા.5000ની કિંમતનો વીયોનો મોબાઇલ ફોન, રૂા.15000ની કિંમતનો રીયલમીનો મોબાઇલ ફોન, તથા રૂા.10000 મોબાઇલ ફોન સહિત 30000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. આરોપી એઝાઝ ઉર્ફે એઝલો કાદર દાઉદ શેખ વિરૂઘ્ધ જામનગર, રાજકોટ, કચ્છ, અમદાવાદ સહિતના શહેરોમાં 22 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે.


