જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, જે અંગે બાજુની વાડીમાં કામ કરતા શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે અને બાળકીને તબીબી ચકાસણી અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે.
ધ્રોલમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા પતિ-પત્ની વાડીની ઓરડીમાં ભોજન કરી રહ્યા હતા તે દરમિયાન બહાર રમી રહેલી પાંચ વર્ષની પુત્રીને બાજુની જ વાડીમાં કામ કરતો મૂળ મઘ્યપ્રદેશનો શખસ કાજુ હટુ બુંદેલીયા મોટર સાયકલમાં બેસાડી ભાગી છૂટયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
View this post on Instagram
સીસી ટીવી ફૂટેજ તપાસ બાદ બાળકી સાથે કાજુ બુંદેલીયા પોલીસના સકંજામાં આવી ગયો છે. પૂછપરછ દરમિયાન ખુલ્યું કે આરોપી બાળકીનો કૌટુંબિક મામો થતો હોઇ ખાવા-પીવાની ચીજ વસ્તુ લઇ દેવા માટે અન્ય યુવાન પાસેથી લિફટ માંગી પાછળ બેસીને જઇ રહ્યો હતો. પોલીસ દ્વારા આ બાઇક સવારની પણ પૂછપરછ હાથ ધરાઇ છે તથા બાળકીની ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.


