Monday, December 23, 2024
Homeરાજ્યજામજોધપુર ગામમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાત

જામજોધપુર ગામમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાત

અઢી માસ પૂર્વે મિત્ર સાથે જઇ પતિ પાસે પરત ફર્યા બાદ ગુમસુમ : જીદ્દી સ્વભાવની યુવતીએ વિચારવાયુથી કંટાળી જિંદગી ટૂંકાવી : કાલાવડનાકા બહારથી વૃદ્ધનો મૃતદેહ સાંપડયો: ખીરીમાંથી અજાણ્યા યુવાનનું બેશુદ્ધ થઇ જતાં મૃત્યુ

- Advertisement -



જામજોધપુર ગામના બેરીસ્ટર ચોક વિસ્તારમાં રહેતી યુવતી તેણીના મિત્ર સાથે જઈને પરત ફર્યા બાદ ગુમ સુમ રહી જિંદગીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગરમાં કાલાવડનાકા બહારના વિસ્તારમાં વૃદ્ધનો બેશુદ્ધ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોડિયા તાલુકાના ખીરી ગામ નજીક આવેલી હોટલના બાંકડેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંપડયો હતો.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામમાં બેરીસ્ટર ચોક વિસ્તારમાં રહેતી ડિમ્પલબેન વિજયકુમાર કડીવાર (ઉ.વ.27) નામની યુવતી અઢી માસ પૂર્વે તેના મિત્ર સાથે ગઈ હતી અને ત્યાંથી પરત પતિ પાસે રહેવા માટે આવી હતી ત્યારથી ગુમસુમ અને બેચેન રહેતી હતી. જીદ્દી સ્વભાવ ધરાવતી યુવતીને આવતા વિચારવાયુથી કંટાળીને સોમવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ વિજય કડીવાર દ્વારા જાણ કરાતા ઈન્ચાર્જ પીઆઇ એમ.આર. સવસેટા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગરમાં કાલાવડનાકા બહારના વિસ્તારમાં આશરે 60 વર્ષના વૃદ્ધ બેશુધ્ધ હાલતમાં મળી આવતા સેવાભાવી વિક્રમસિંહ ઝાલા દ્વારા વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણ થતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા માટે તપાસ આરંભી હતી.

ત્રીજો બનાવ, જોડિયા તાલુકાના ખીરી ગામમાં આવેલી આશાપુરા ચા ની હોટલના બાંકડેથી સોમવારે સવારના સમયે અજાણ્યો પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યાની જાણ મહિપતસિંહ જાડેજા દ્વારા કરાતા 108 એમ્બ્યુલન્સે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસતા યુવાનનું મોત નિપજ્યાનું જાહેર થયું હતું. આ અંગેની જાણના આધારે એએસઆઇ જી.સી.અઘેરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular