Wednesday, December 18, 2024
Homeરાષ્ટ્રીયપ્રધાનમંત્રીએ રાજયોની ચૂંટણીઓમાં ‘ચહેરો’ ન બનવું જોઇએ: સંઘનો મત

પ્રધાનમંત્રીએ રાજયોની ચૂંટણીઓમાં ‘ચહેરો’ ન બનવું જોઇએ: સંઘનો મત

6 રાજયોની વિભાનસભા ચૂંટણીઓમાં સ્થાનિક નેતાઓને આગળ કરવામાં આવશે

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં મહત્ત્વના બે નિર્ણય કરવામાં આવ્યા હતા. 2022ના ઉપ્ર વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં જ લડાશે. ઉપ્ર સહિત અન્ય પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીઓ પણ નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો નહીં હોય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતાઓ માને છે કે વિધાનસભા ચૂંટણીઓમાં સ્થાનિક નેતાઓને બદલે નરેન્દ્ર મોદીને આગળ ધરતા રહેવાથી એમની છબિને નુકસાન પહોંચ્યું છે. સંઘ કોઈપણ નેતાને જુદા કરવા માગતો નથી કે તેમને નારાજગી સાથે છોડી દેવા માગતો નથી. હવે જવાબદારી યોગી આદિત્યનાથની બને છે. તેમણે પોતાનું કૌવત સાબિત કરવું પડશે. બાકીના રાજ્યોમાં પણ ટોચના નેતાને શિરે જ જવાબદારી રાખવામાં આવે તેવી શક્યતાઓ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દિલ્હીની બેઠક સરસંઘસંચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેની હાજરીમાં થઈ હતી. બેઠકમાં પશ્ચિમ બંગાળમાં થયેલી કારમી હારની સમીક્ષા કરતાં તારવવામાં આવ્યું કે વડા પ્રધાન વિરુદ્ધ મમતા બેનરજીનો મોરચો બનાવવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબિને ગંભીર નુકસાન થયું છે. આ અગાઉ બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં નીતીશકુમાર સામે અને દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલ સામે વડા પ્રધાનને મૂકવાથી પણ વડા પ્રધાનની છબિ ઉપર હુમલો કરતા રહેવાની વિરોધીઓને તક મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular