Tuesday, September 17, 2024
Homeરાષ્ટ્રીયશિક્ષણ વ્યવસ્થા પર પીએમ મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ

શિક્ષણ વ્યવસ્થા પર પીએમ મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ

- Advertisement -

રાષ્ટ્રિય શિક્ષણ નીતિની ત્રીજી વર્ષ ગાંઠ નિમિતે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ દેશની શિક્ષણ વ્યવસ્થા પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ બાળકો સાથે વાતચીત કરવા ઉપરાંત અહીં યોજાયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આ તકે કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહયા હતા. આ તકે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકો રમત-રમતમાં ઘણું બધું શીખી રહયા છે. આજે શિક્ષણ અને સ્કુલીંગના દ્રષ્ટિકોણ બદલાઇ રહયા છે. યુગ બદલનારા પરિવર્તનો હંમેશા સમય લે છે. દેશની શિક્ષણ વ્યવસ્થા પ્રાચિત પરંપરાઓને સાથે લઇને ચાલે છે. સાયન્સ અને ટેકનોલોજીમાં આપણે આગળ વધી રહયા છે. ત્યારે શિક્ષણ માટે સંવાદ જરૂરી છે.નવી શિક્ષણ નીતિમાં સીબીએસઇની શાળાઓમાં એક જેવો અભ્યાસ ક્રમ હશે. ત્યારે ધો. 3 થી 12 સુધીના 120 વિષયોના નવા પુસ્તકોના આવશે જેમાં પ્રાદેશિક ભાષાઓને પણ મહત્વ આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular