અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પ્રધાનમંત્રી મોદીની ક્રિકેટ ડિપ્લોમસી જોવા મળી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા સિરીઝના અંતિમ ટેસ્ટ મેચ નિહાળવા પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બનિઝ સાથે ઉપસ્થિત રહયા હતા. સ્ટેડિયમ પહોંચેલા બન્ને પ્રધાનમંત્રીઓએ ગોલ્ફકાર્ટમાં સ્ટેડિયમમાં આખું ચકકર લગાવી ઉપસ્થિત હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ રીતે ભારત-ઓસ્ટ્રેલિયાના 75 વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને પ્રધાનમંત્રીઓએ પોતપોતાના દેશની ટીમના કેપ્ટન સાથે તસ્વીર ખેંચાવી પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.