Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપીએમ મોદી ભાવનગર પહોચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

પીએમ મોદી ભાવનગર પહોચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

- Advertisement -

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા પહોચ્યા છે. પીએમ મોદી અને વિજય રૂપાણી હાલ ભાવનગર પહોચ્યા છે. ત્યાં તેઓ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. અને ત્યારબાદ તેઓ સીએમ રૂપાણી સાથે બેઠક કરશે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયુસેનાના હેલીકોપ્ટર મારફતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું આજે નિરીક્ષણ કરવાના છે. તેઓ અત્યારે ભાવનગર ખાતે હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. બાદમાં તેઓ અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરીને ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.

વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું તે બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. વાવાઝોડાથી રાજ્યમાં 45 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે પીએમ મોદી આજે અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરે તેવી સંભાવનાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular