Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયશાંતિ સ્થાપવા માટે પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો

શાંતિ સ્થાપવા માટે પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો

- Advertisement -

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સાથે ફોન પર વાત કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા ડ પર જણાવ્યું કે, પશ્ચિમ એશિયાની મુશ્કેલ પરિસ્થિતિ, ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રઈસી સાથે ફોન પર વાત કરી.

- Advertisement -

તેમણે અને ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીએ તણાવ ઓછો કરવા, માનવીય સહાયતા યથાવત રાખવા અને શાંતિની સ્થાપવા પર ભાર આપ્યો. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ચાબહાર બંદરગાહ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ આ પહેલા ફોન પર ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અને પેલેસ્ટાઈન સત્તાના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ વાત કરી ચૂક્યા છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર-અબ્દુલ્લાહિયન સાથે ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને ફોન પર વાત કરી હતી. જયશંકરે કહ્યું કે, યુદ્ધને રોકવા અને માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવાના મહત્વથી અવગત કરાવ્યા.

- Advertisement -

ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબર સવારે હમાસે ઈઝરાયલ પર રોકેટ હુમલો કરતા ઘુષણખોરી કરી દીધી હતી. ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, અમે યુદ્ધમાં છીએ અને અમારી જીત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular