વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વારાણસી પ્રવાસ દરમિયાન આજે બનારસ રેલવે એન્જિન કારખાનામાં ભાજપની સરકાર ધરાવતા રાજ્યોના સીએમની સાથે બેઠક કરી રહ્યાં છે. ચાર કલાક સુધી બીએલડબ્લ્યુના પ્રશાસનિક ભવનના કીર્તિ કક્ષમાં બેઠક ચાલશે.
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે કાશીના વિકાસનું મોડલ જોવો અને તેને પોતાના ત્યાં અપનાવો. પોતાના રાજ્યોમાં તેનો પ્રચાર-પ્રસાર પણ કરો. કાશી અને અયોધ્યાને ધાર્મિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા આગળ આવો. જુના શહેરના મુળ સ્વરૂપને યથાવત રાખીને તેમાં સુવિધાઓ કઈ રીતે વધારી શકાય તેની પર ધ્યાન આપવામાં આવે.
બીએલડબ્લ્યુમાં ઉત્તરપ્રદેશ, અસમ, અરૂણાચલપ્રદેશ, ગોવા, ગજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને ઉત્તરાખંડના ઈખની સાથે બિહાર અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. વારાણસીમાં મોદીની આ મીટિંગના એજન્ડાને જાહેર કરવામાં આવ્યો નથી. જોકે તેનો એજન્ડા પાંચ રાજ્યોમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની રણનીતિનો હોઈ શકે છે. આ સિવાય ભાજપ સરકારવાળા રાજ્યોમાં ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સના પ્રોગ્રેસ પર પણ ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓની બેઠકમાં વિકાસની સાથે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ ચર્ચાનો એક મહત્ત્વનો હિસ્સો છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા પણ વારાણસી પહોંચ્યા છે, જોકે બેઠકમાં આવ્યા નથી. અહીં માત્ર સીએમની સાથે જ પીએમની બેઠક રાખવામાં આવી છે.