પશ્ચિમ રેલવે રાજકોટ દ્વારા રાજકોટ ડિવિઝનના તમામ સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટીકિટ આપવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. જે કોઇ નવી સુચના ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફએ જણાવ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાને લઇ પ્લેટફોર્મ ઉપર ભીડ નિયંત્રણ કરવા રાજકોટ ડિવિઝનના તમામ સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટીકિટના વેચાણ ઉપર રોક લગાવી દેવામાં આવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા માત્ર મૂસાફરીની ટિકિટ ધરાવનારને જ પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણય તાત્કાલિક અસરથી આગામી સૂચના ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.