5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવાનગર લાયોનેસ દ્વારા પ્લાન્ટેશન એટ હોમના કોન્સેપ્ટ લાવી અને ઘરમાં તથા ઘરના આંગણે જ અલગ અલગ જેમકે તુલસી, અજમાં, લીમડા તથા આંબાના છોડ વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્લાન્ટેશન એટ હોમમાં પ્રમુખ રેખાબેન જોશી, સેક્રેટરી ખુશ્બુબેન પંડ્યા, જોઇન્ટ સેક્રેટરી જયશ્રીબેન જોશી, નિર્મલા બેન ચાવડા, કોમલબેન મહેતા, તરુલતાબેન દવે, જાનવીબેન શુકલ અને નિષાબેન અગ્રાવત દ્વારા છોડ વાવી પ્લાન્ટેશન એટ હોમને સફળ બનાવાયો હતો. આ સમગ્ર કાર્યક્રમને ઓનલાઈન મોડરેટ પ્રમુખ રેખાબેન જોશીએ કર્યો હતો.