આ અંગેની વિગત મુજબ એનડીપીએસ એકટના ગુનામાં સંડોવાયેલ ઇસમ હુશેન ઉર્ફે ઘુઘલી હસન આમળા નામના શખ્સને જામનગર એસઓજી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમાર સહિતની ટીમ દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાને ધ્યાને એનડીપીએસ એકટ મુજબના જાહેર વ્યવસ્થા તથા પ્રજાના સ્વાસ્થ્યને જોખમમાં મુકવા સહિતના પુરાવાઓ મેળવી દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમને દરખાસ્ત મોકલી શખ્સની પીઆઇટી દરખાસ્ત મંજૂર થતાં આરોપી હુશેન ઉર્ફે ઘુઘલી હસન આમળા નામના શખ્સને ઝડપી લઇ સુરત મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
પીઆઇટી એનડીપીએસ એક શખ્સને સુરત જેલ હવાલે કરતી જામનગર એસઓજી
એનડીપીએસ એકટ મુજબ એક શખ્સને અટકાયત કરી જામનગર એસઓજીની ટીમે સુરત મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.


