Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસૌથી મોટી જુગાર રેડમાં PI, PSI, ડિસ્ટાફ સસ્પેન્ડ થયા બાદ 9ની...

સૌથી મોટી જુગાર રેડમાં PI, PSI, ડિસ્ટાફ સસ્પેન્ડ થયા બાદ 9ની બદલી

- Advertisement -
  • અમદાવાદના દરિયાપુરના મનપસંદ જીમખાનમાં ધમધમતાજુગાર ધામ ઉપર થયેલી રેડમાં 180થી વધુ જુગારીઓ લાખોની રોકડ સાથે ઝડપાયા હતા. જેમાં DGP આશિષ ભાટિયા દ્રારા બેદરકારી દાખવનાર પોલીસને જવાબદાર ઠેરવી અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડિસ્ટાફના જવાનોને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આજે રોજ PCBમાં મહત્વના વહીવટ કરતા 9ની બદલી કરવામાં આવી છે.

આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે PCBમાં મહત્વના વહીવટ કરતા યોગેન્દ્ર સિંહ સહિત 9 ની બદલી કરી છે. દરિયાપુર પીઆઈ વતી તેમના બે વહીવટદાર ક્રાઈમ બ્રાંચના ભગીરથસિંહ જાડેજા અને રિવરફ્રન્ટ ઈસ્ટના કૃષ્ણપાલસિંહ ચુડાસમા પૈસા ઉઘરાવતા હતા. જ્યારે એફ ડિ‌વિઝન એસીપી જે.કે.ઝાલા વતી નિવૃત્ત પોલીસકર્મી મહાવીરસિંહ ઝાલા અને ડીસીપી રાજેશ ગડિયા વતી એસસી એસટી સેલમાં ફરજ બજાવતા પ્રકાશસિંહ ચંપાવત પૈસા ઉઘરાવતા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

- Advertisement -

દરિયાપુરમાં ચાલતા મોટા જુગાર ધામ સિવાય હજી પણ PCBમાં હજુપણ મોટું દુષણ હોવાનું કહેવાય છે જે સામે પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular