સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજીલહેરએ તાંડવ મચાવ્યો છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે.કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હોસ્પિટલો હાઉસફુલ થઇ રહી છે. બીજી તરફ મૃત્યુદર પણ વધી રહ્યો છે. કોરોના મહામારીને દુર કરવા તરીકે હાલ કોઇ નિશ્ચિત દવા નથી કેટલીક વૈકલ્પિક સારવારો દર્દીઓને કારગત નીવળી રહી છે. આ દવાઓમાં મીથીલીન બ્લૂનો પણ તબીબો દાવો કરી રહ્યા છે. હાલના સમયમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આ મીથીલીન બ્લૂ કોરોના દર્દીઓ માટે સંજીવની બની રહ્યું હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
જામનગરના જાણિતા તબીબ ડો.વિરલ છાયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં મીથીલીન બ્લૂ કારગત નીવળી રહ્યું છે. ગળુ દુખતુ હોય, થાક લાગતો હોય, શ્વાસ ચડતો હોય અથવા નબળાઇ વધતી હોય એવા સમયે મીથીલીન બ્લૂ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. આ ઉપરાંત મીથીલીન બ્લૂના ઉપયોગથી ઓકિસજન લેવલ પણ વધે છે. મીથીલીન બ્લૂ અગાઉ મેલેરિયાની સારવાર માટે પણ વપરાતુ હતું.મીથીલીન બ્લૂને સામાન્ય ભાષામાં મોરથૂથૂ પણ કહી શકાય આ એક પ્રકારનું લેબોરેટરીનું કેમીકલ છે.તેમજ મેડીકલ યૂજમાં તેનો ઉપયોગ થાય છે.
તેમજ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં લગભગ 10 દર્દીઓની આ મિથીલીન બ્લૂથી સારવાર આપવામાં આવી હતી. અને તેના પરિણામ પણ ઘણા સારા મળ્યા છે. આ સારવારની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. નબળાઈ લાગવી થાક લાગવો કે ગળામાં સામાન્ય દુખાવો હોય તો આ સારવારથી ફાયદો થઈ શકે છે. દર્દીનું ઓક્સિજન લેવલ તરત વધી જઈ છે. ઉપરાંત આ સારવાર દર્દીના ઘરે જઇને પણ આપવામાં આવે છે.
સામાન્ય રીતે આ મીથીલીન બ્લૂની સારવાર સગર્ભા સ્ત્રીઓને ન લેવા સલાહ આપવામાં આવી છે. તેમજ બાળકોને પણ જરૂરી હોય તો અડધો ડોઝ જ આપી શકાય આ સારવારમાં દર્દીના ઘરે જઇ પીપીઇ કીટ સહિતની તકેદારી સાથે આ સારવાર આપવામાં આવે છે.