Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયક્રૂડના ભાવો ઘટયા છતાં પેટ્રોલ-ડિઝલ મોંઘાદાટ

ક્રૂડના ભાવો ઘટયા છતાં પેટ્રોલ-ડિઝલ મોંઘાદાટ

- Advertisement -

આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલમાં ભાવવધારાના નામે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બેફામ વધારો કરનારી તેલ કંપનીઓ હવે ક્રૂડ તેલના ભાવમાં મોટા ઘટાડા છતાં જનતાને પેટ્રોલિયમમાં ઓછી કિંમતનો લાભ આપતી નથી ! જ્યાં તેલની સૌથી વધુ ખપત છે એ ચીનમાં નવેસરથી કોરોના કેસોમાં વધારાને પગલે ફરી પાબંદીઓ લાગી રહી છે અને તેલનો વપરાશ ઘટયો છે ત્યારે ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક ક્રૂડ પ્રતિ બેરલ 69 ડોલર સુધી ઊતરી ગયું છે, પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો કરાયો નથી.

ચીનમાં કોરોના વધતાં ગઈકાલે એક તબક્કે ક્રૂડ તેલ 2.82 ડોલર એટલે કે, લગભગ ચાર ટકા ઘટીને 67.88 ડોલર પર કારોબાર કરતો હતો, પણ ભારતમાં જનતાને તેનો કોઈ જ લાભ હજી સુધી મળ્યો નથીે.

ઘરેલુ બજારમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા બાદ ભાવવધારાનો લાંબો અને કડવો દોર શરૂ થયો હતો અને 42 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટર રૂા. 11.પ2 અને ડીઝલમાં રૂા. 9.08નો જંગી ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. જો કે, 18મી જુલાઈથી કિંમતોમાં વધારાનો દોર અટક્યો છે, પણ હકીકતમાં અત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવી જોઈએ, પણ એમ થયું નથી. બેફામ મોંઘવારીથી પરેશાન પ્રજા એવો સવાલ કરી રહી છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ક્યારે ઘટશે ? ઉલ્લેખનીય છે કે, 2020-21ના નાણાકીય વર્ષમાં કોરોનાને લીધે વપરાશમાં ઘટાડા છતાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલ પરના ભારે વેરાને લીધે રૂા. 3.3પ લાખ કરોડની કમાણી થઈ હતી.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular