Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારનયારા એનર્જીની મુલાકાત લેતા પેટ્રોકેમિકલ્સ સેક્રેટરી

નયારા એનર્જીની મુલાકાત લેતા પેટ્રોકેમિકલ્સ સેક્રેટરી

- Advertisement -

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગના સેક્રેટરી અરુણ બરોકા (આઇએએસ)એ નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીની મુલાકાત લીધી હતી તથા કંપનીના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી ધરાવતી ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જી પેટ્રોરસાયણ ક્ષેત્રમાં એનો પ્રવેશ કરવાના માર્ગે સારી રીતે અગ્રેસર છે. દેશમાં પેટ્રોરસાયણ વપરાશના સૌથી મોટા વિસ્તાર પશ્ચિમ ભારતમાં રિફાઇનરીના વ્યૂહાત્મક સ્થાનનો વિચાર કરીએ, તો કંપની આ ઊંચી વૃદ્ધિ ધરાવતા સેગમેન્ટમાં સારી રીતે પ્રવેશ કરવાની સ્થિતિમાં છે.

- Advertisement -

આ પ્રસંગે અરુણ બરોકાએ કહ્યું હતું કે, એ નિહાળવું પ્રેરણાદાયક છે કે નયારા એનર્જી દેશમાં સંકલિત પેટ્રોરસાયણો માટે સંકુલ વિકસાવવા માટે કટિબદ્ધ છે. મને ખાતરી છે કે, કંપની દેશની પેટ્રોરસાયણની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે ભારતની સંપૂર્ણ વિકાસગાથામાં પણ પ્રદાન કરશે. પોતાના પેટ્રોરસાયણ વિસ્તરણ પ્રોજેક્ટના ફેઝ-1ના ભાગરૂપે નયારા એનર્જીએ ગુજરાતમાં એની વાડીનાર રિફાઇનરીમાં 450 કેટીપીએ ક્ષમતા ધરાવતો પોલીપ્રોપીલીન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે તથા મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. પોલીપ્રોપીલીન પ્લાન્ટ વર્ષ (2023-24) ના અંતિમ ગાળામાં વાણિજ્યિક ધોરણે કામગીરી શરૂ કરશે એવી અપેક્ષા છે.

પ્રોજેક્ટ નયારાની મેગા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની ક્ષમતાનો પુરાવો છે. નયારા રિફાઇનિંગથી રિટેલ સુધી હાઇડ્રોકાર્બનની સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં મજબૂત કામગીરી ધરાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular