જામનગર શહેરમાં માધવબાગ 1 દ્વારકેશ 3 માં ભાડાના મકાનમાં રહેતાં વિપ્ર પ્રૌઢે કોઇ અગમ્યકારણોસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં માધવબાગ 1 દ્વારકેશ 3 શેરી નં.4 માં આવેલા જતિનભાઈના મકાનમાં ભાડે રહેતા કિર્તીકુમાર અમૃતલાલ પંડયા (ઉ.વ.54) નામના વિપ્ર પ્રૌઢે રવિવારે સવારના સમયે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ભાવિન દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.