Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજમવાનો વારો થોડી વાર પછી આવશે કહેતાં રેંકડીધારક ઉપર હુમલો

જમવાનો વારો થોડી વાર પછી આવશે કહેતાં રેંકડીધારક ઉપર હુમલો

જામનગર શહેરના રામેશ્વર ચોકમાં રેંકડીએ ઈંડાકળી ખાવા આવેલ શખ્સને ઓર્ડરમાં વાર લાગશે તેમ જણાવતા રેંકડીધારક ઉપર લાકડાના ધોકા વડે માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં મેહુલપાર્કમાં રહેતો દિવ્યરાજસિંહ રવિરાજસિંહ જાડેજા નામના યુવાનની રામેશ્વર ચોકમાં આવેલી નાસતાની રેંકડીએ મંગળવારની રાત્રિના સમયે ધનરાજસિંહ નવલસિંહ પરમાર નાસ્તો કરવા આવ્યા હતાં જેથી દિવ્યરાજસિંહએ પહેલાં આવેલા ગ્રાહકોને જમવાનું આપી પછી તમારો વારો આવશે તેમ કહેતા ધનરાજસિંહે અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે દિવ્યરાજસિંહને માથામાં તથા હાથ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular