Saturday, December 6, 2025
Homeવિડિઓમિયાત્રા ગામે પુલ તૂટી જતાં લોકો મુશ્કેલીમાં - VIDEO

મિયાત્રા ગામે પુલ તૂટી જતાં લોકો મુશ્કેલીમાં – VIDEO

છેલ્લા 3 વર્ષથી આ અંગે ગ્રામપંચાયતને રજૂઆત કરવા છતા ધ્યાન ન દેવાતાં પુલ તૂટતા ગ્રામજનોમાં આક્રોશ

મિયાત્રા ગામમાં ભારે વરસાદને પરિણામ બે પુલ તૂટી જતા ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મોડપર, મતવા સહિતના ગામોમાં ફરીને મિયાત્રા ગામ પહોંચવું પડી રહ્યું છે.

- Advertisement -

ભારે વરસાદના પરિણામે મિયાત્રા ગામમાં આવેલા બે પુલ ઉપર 6 થી 7 ફૂટ પાણી ભરાઇ જતાં પુલ તૂટી ગયા હતાં. છેલ્લા ત્રણ વર્ષથી આ બંને પુલની આ જ પરિસ્થિતિ હોય ગ્રામજનો દ્વારા અનેક વખત આ અંગે ગ્રામ પંચાયતનું ધ્યાન દોર્યું હતું, આમ છતાં ગ્રામ પંચાયત ધ્યાન દેતું ન હોય, પુલ તૂટી જતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને પુલ તૂટવાના પરિણામે મોડપર મતવા ફરીને જવું પડી રહ્યું છે. જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular