Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતમહિલાના વાળ પકડી ઢસેડીને લોકોએ ઢોર માર માર્યો, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

મહિલાના વાળ પકડી ઢસેડીને લોકોએ ઢોર માર માર્યો, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

બાળક ચોરી કરતી હોવાનો લોકોનો આક્ષેપ : પોલીસે ઘટના સ્થળે પહોચી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી

- Advertisement -

વલસાડના પારડી ખાતે એક ભીખ માંગતી મહિલાને બાળક ચોર હોવાના આક્ષેપ સાથે ઢોર માર મારવામાં આવ્યો હતો. જે વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવસારીના કબીલપોર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રંજનબેન જોગી વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલા પરિયા ગામમાં એક મહિલા ઘરે ઘરે જઇને ભીખ માંગી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક લોકોએ રંતેણીને બાળક ચોર સમજી માર માર્યો હતો.

- Advertisement -

રંજનબેન નામની આ મહિલાની પૂછપરછમાં તેઓ નવસારીના હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકો તેણીને માર મરી રહ્યા હતા તે દરમિયાન પારડી પોલીસના જવાનો પેટ્રોલિંગ દરમિયાન ટોળું જોઈને ત્યાં ગયા અને  લોકો મહિલાને બાળક ચોર સમજી મારી રહ્યા હતા. પોલીસે મહિલાની પૂછપરછ કરતા લોકોએ બાળક ચોર સમજી ખોટી રીતે માર માર્યો હોવાનું જણાવ્યું હતું.બાદમાં પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ ફરિયાદ નોંધી વિડીઓના આધારે વધુ તપાસ શરુ કરી ઈજાગ્રસ્ત રંજનબેનને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular