Thursday, December 5, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા કારખાના લાયસન્સ ધારકોને પેનલ્ટીમાં રાહત

જામ્યુકો દ્વારા કારખાના લાયસન્સ ધારકોને પેનલ્ટીમાં રાહત

શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે 1.75 કરોડનો ખર્ચ મંજૂર

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાએ કારખાનાધારકોને રાહત આપી છે. કારખાના લાયસન્સ રીન્યુ અંગેની બાકી રોકાતી રકમ ઉપરની સંપૂર્ણ પેનલ્ટી માફ કરવામાં આવી છે. આ માટે કારખાનાધારકોએ 31 ઓગસ્ટ સુધીમાં બાકી રોકાતી તમામ રકમની ભરપાઈ કરી દેવાની રહેશે. જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં આજે ગુરૂવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કારખાના લાયસન્સ રિન્યુની બાકી રકમ ઉપરની પેનલ્ટી માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુલ 4.39 કરોડના જુદાં-જુદાં કામો અને ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરના ચારેય ઝોનમાં ભૂગર્ભ ગટર સંબંધિત ફરિયાદોનો નિકાલ કરો તેમજ વર્ષ 2021-22 માટે ભૂગર્ભ ગટરની સફાઈ કરવાના કામ માટે કુલ 1.75 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગ માટે ટ્રકમાઉન્ટેડ રોડ સ્વીપર મશીન ખરીદવા માટે રૂા.2.06 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી તેમજ જામ્યુકોની જુદી-જુદી કચેરીઓ, સ્પોટ્સ સંકુલ, ટાઉનહોલ તથા શાકમાર્કેટની સફાઈ માટે રૂા.25 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના નવા ભરેલા વિસ્તારોમાં પાણીની લાઈનની વાલ્વ ચેમ્બર બનાવવા માટે કુલ 33 લાખનો ખર્ચ પણ મંજૂર કરાયો હતો. સ્થાયી સમિતિની બેઠકમાં સભ્યો સાથે મેયર, ડે.મેયર, કમિશનર, ડીએમસી, આસી. કમિશનર તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular