Monday, December 23, 2024
Homeમનોરંજનપવનદિપ રાજન બન્યો ઇન્ડિયન આઇડોલ

પવનદિપ રાજન બન્યો ઇન્ડિયન આઇડોલ

- Advertisement -

કોરોનાકાળમાં યોજાયેલા સૌથી લાંબા દેશના સૌથી પોપ્યુલર સિંગિગ રિયાલ્ટી શો ઇન્ડિયન આઇડોલની ગઇકાલે પૂર્ણાહુતિ થઇ છે. છ સ્પર્ધકોમાંથી ઉત્તરાખંડનો પવનદિપ રાજન વિજેતા બન્યો છે. તેને ટ્રોફી અને રપ લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જયારે મારૂતિ તરફથી શાનદાર સુઝુકી કાર પુરસ્કાર તરીકે આપવામાં આવી હતી. અરૂણિતા બીજા સ્થાને જયારે સાયલી ત્રીજા સ્થાને રહી હતી.

કોરોના કાળમાં શોનું આયોજન થયું હતું. ત્યારે વચ્ચે એવો સમય પણ આવ્યો, જેમાં શોનું શૂટિંગ, શિડ્યૂલ અને લોકેશન બધું ચેન્જ કરવું પડ્યું હતું. આ ઉપરાંત શોના જજ, ક્ધટેસ્ટન્ટ્સ અને ગેસ્ટને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આખરે આ બધા ઉતારચઢાવ પછી આ શોની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. લોકો ઘણા સમયથી આ સીઝનનો વિનર કોણ બનશે એ માટે ઉત્સુક હતા. આ વર્ષે ફાઇનલ સુધી પહોંચવામાં ક્ધટેસ્ટન્ટ્સને ઘણી મહેનત કરવી પડી હતી. આ બધા પડાવોને પાર કરી અને પોતાના પર્ફોર્મન્સમાં એકાગ્રતા રાખી 6 સિંગરે ફાઇનલ માટે દાવેદારી નોંધાવી હતી. પહેલી વખત આવું બન્યું કે જ્યારે ઇન્ડિયન આઇડોલના ફાઇનલમાં 5ની જગ્યાએ 6 દાવેદાર હોય.

પવનદીપ રાજન, મોહમ્મદ દાનિશ, શન્મુખપ્રિયા, અરુણિતા કાંજિવાલ, નિહાલ અને સાયલી કાંબલે ફાઇનલના દાવેદાર બન્યા હતા. રિયાલિટી શોમાં ઘણા લોકો પાર્ટિસિપેટ કરે છે પણ બધાને જીતવાનો મોકો નથી મળતો. જીત તો માત્ર એકની જ થાય છે, પરંતુ તેમાંના જ કેટલાક કલાકાર ભલે શો નથી જીતતા, પણ લોકોનાં દિલ જીતી જાય છે. ઇન્ડિયન આઇડોલ 12માં પણ કેટલાક આવા સિંગર્સ રહ્યા છે, જેમણે દર્શકોની સાથે સાથે સેલેબ્સના પણ દિલ જીતી લીધા હતા, જેમાં તેમને કરિયર બનાવવામાં ગોલ્ડન ચાન્સ મળ્યો. અરુણિતા કાંજીવાલને એક બાજુ કરણ જોહરે ગાવાની ઓફર કરી તો ત્યાં કેટલાક કલાકારોને હિમેશ રેશમિયાએ આલ્બમ માટે ગીત ગવડાવ્યાં. તો બીજી બાજુ લિજેન્ડ મ્યુઝિક ડિરેક્ટર બપ્પી લહેરી શોમાં આવ્યા ત્યારે પવનદીપના ગાયનથી પ્રભાવિત થઈને પોતાના સૌથી જૂના અને ગમતા તબલા ગિફ્ટમાં આપ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular