Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરરેન્જ આઇજી તથા જિલ્લા પોલીસ વડા દ્વારા પેટ્રોલિંગ

રેન્જ આઇજી તથા જિલ્લા પોલીસ વડા દ્વારા પેટ્રોલિંગ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકાર દ્વારા રાત્રી કફર્યૂ તેમજ વિવિધ નિયંત્રણો લાદયા છે. પોલીસ દ્વારા નિયમ પાલન કરાવવા ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે આજરોજ રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંઘ, જામનગર જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન, એએસપી નિતીશ પાંડે, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ સ્ટાફનો કાફલો શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

જામનગર સહિત રાજ્યના 36 શહેરોમાં કોરોનાને ધ્યાને લઇ આકરા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત સાથે નિયમોની અમલવારી કરાવવામાં આવી રહી છે. જામનગર આવેલા રેન્જ આઇજી દ્વારા જિલ્લા પોલીસ વડા સાથે શહેરના વિકટોરીયા પુલથી થઇ બેડી ગેઇટ સહિતના અનેકવિધ વિસ્તારોમાં ફલેગમાર્ચ યોજી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular