સીક્કા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોના અભાવને કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ રામભરોસે હોય દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પરિણામે દર્દીઓમાં નારાજગી છવાઈ છે.
45 થી 50 હજારની વસ્તી ધરાવતા સીક્કા ગામમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ અંદાજે 250 થી 300 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવતા હોય દર્દીઓને ડોકટરના અભાવને કારણે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ભાગ્યે જ ડોકટરો ઓપીડીમાં હાજર હોય છે. વધારે પડતી સારવાર નર્સ ચલાવતી હોય છે. ડોકટરો તો સીએચસીમાં આવેલા પાછલા રૂમમાં મોબાઇલમાં વ્યસ્ત હોય છે. સવારે 10:30 વાગ્યા આજુબાજુ ઓપીડી ચાલુ કરવામાં આવતી હોય જેના પરિણામે દર્દીઓને કલાકો સુધી ડોકટરની રાહ જોવી પડતી હોય છે. આ અંગે નગરપાલિકા કોર્પોરેટરો સહિતના ચૂંટાયેલા સભ્યો પણ તપાસ કરતાં નથી તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ અંગે તંત્રને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી બેઠું હોય સિક્કાની પ્રજાી રામ ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.