રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પથ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવમાં જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા જુદા જુદા કેસો દ્વારા રૂા. 68,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા પથ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.
આ ટ્રાફિક ડ્રાઇવમાં જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો અને એલસીબી, એસઓજી, ફર્લો સ્કવોડ સહિતના સ્ટાફ દ્વારા ડ્રાઇવ અંતર્ગત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ હેઠળ પોલીસે એમ.વી. એક્ટની કલમ 207 હેઠળ 27 ડીટેઇન કેસ, કલમ 185 હેઠ 12 કેસ, હથિયારભંગના જાહેરનામા ભંગ હેઠળ 05 તેમજ કાળા કાચવાળી કારો તથા ફેન્સી નંબરપ્લેટ ધરાવતી કાર અને બાઇક 123 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ કાર્યવાહી હેઠળ કુલ 831 વાહનો ચેકિંગ કરી રૂા. 68,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


