Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરની પટેલ કોલોની કે કચરા કોલોની...!?

જામનગરની પટેલ કોલોની કે કચરા કોલોની…!?

જામનગરમાં સોમવારે સૌથી મોટા ફલાય ઓવરના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ હસતાં હસતાં કહ્યું કે, “જામનગરમાં અમે જે વિસ્તારમાંથી પસાર થયા તે વિસ્તાર સ્વચ્છ અને ચોખ્ખો હતો. ત્યારબાદ તેમને જાણ કે, ખબર હોય તેમ અમે જે વિસ્તારમાંથી પસાર થાય તે જ વિસ્તાર સ્વચ્છ હોય છે તેમ જણાવ્યું હતું.

- Advertisement -

પરંતુ જામનગર શહેરની સ્વચ્છતા સંદર્ભે મુખ્યમંત્રીને પણ ખબર જ છે કે, શહેરમાં કેવી સ્વચ્છતા થઇ રહી છે? મુખ્યમંત્રીના આ કટાક્ષમાં ઘણું બધું આવી જાય છે. જો મુખ્યમંત્રીને પણ ખબર જ હોય કે જામનગર કેટલું સ્વચ્છ છે તો અધિકારીઓ અને પદાધિકારીઓએ આ મામલે ગંભીરતા દાખવી લાંબા ગાળાનું આયોજન ચોક્કસપણે કરવું જોઇએ. કેમ કે, કચરાની ગંદકીથી રોગચાળો પણ અનહદ વકરી રહ્યો છે. ઉપરોકત તસ્વીર વિકાસગૃહ મેઇન રોડની છે. આ વિસ્તારમાં બાજુમાં જ વાડી આવેલી હોવાથી લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમો થતાં હોય છે અને પ્રસંગમાં થતો કચરો રોડ પર ઠાલવી દેવામાં આવે છે.

ઉપરાંત રેસ્ટોરન્ટ અને દુકાનદારો પણ જાહેર માર્ગ પર બેરોકટોક કચરો ઠાલવતા હોય છે. જેના કારણે રોગચાળો ચિંતાજનક રીતે વકરતો હોય છે. આ પરિસ્થિતિ માત્ર પટેલ કોલોનીના આ એક રોડની નથી. ઉપરાંત શેરી નંબર આઠમાં તો આનાથી પણ વધુ ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળે છે. જ્યાં રોડ પર ફેંકવામાં આવતા કચરાને કારણે ગાયો પણ કચરો ખાવા આવતી હોય છે. જેથી ગંદકીમાં પણ અનેકગણો વધારો થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular