મીઠાપુરથી આશરે ત્રણ કિલોમીટર દૂર આરંભડા વિસ્તારમાંથી જીજે-08- એટી-5910 નંબરના અતુલ શક્તિ રિક્ષામાં ઓખાથી આરંભડા તરફ જઈ રહેલા અને એસ.આર.ડી માં ફરજ બજાવતા આરંભડાના વિરમભાઈ વાલાભાઈ વાઘેલા નામના 49 વર્ષના યુવાન સાથેની આ રીક્ષાને આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે અકસ્માત સર્જતા આ અકસ્માતમાં વિરમભાઈ વાઘેલા સાથે ગોપાલભાઈ દિનેશભાઈ વાઘેલા, નીતુબેન ગોપાલભાઈ વાઘેલા અને જયાબેન બાબુભાઈ ચૌહાણને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જી, આરોપી ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 279, 337 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો, નોંધી આગળની તપાસ હાથ ધરી છે.