જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રોહિબિશનના કેસમાં સંડોવાયેલા એક શખ્સ વિરુધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી આરોપીની જામનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લાજપોર જેલ સુરત ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી તથા સ્ટાફ દ્વારા બૂટલેગર અને અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં જામનગરના ગોકુલનગર, રામનગર શેરી નં. 8માં રહેતા રજનીકાંત ઉર્ફે ભરત ચોટલી હર્ષદ ચૌહાણ નામના શખ્સ વિરુધ્ધ સીટી-સીના પીઆઇ પી.એલ. વાઘેલા તથા પીએસઆઇ વી.બી. બરબસીયા સહિતના સ્ટાફ દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર બી.એ. શાહને મોકલવામાં આવતાં જિલ્લા મેજી. દ્વારા પાસા વોરંટ ઇસ્યૂ કરતાં પોલીસ દ્વારા રજનીકાંત ઉર્ફે ભરત ચોટલી હર્ષદ ચૌહાણની ધરપકડ કરી લાજપોર જેલ સુરત મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.