Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશાયી

ખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશાયી

સદભાગ્યે મોટી જાનહાની ટળી

- Advertisement -

ખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં ગઈકાલે સોમવારે સાંજે એક જર્જરિત મકાનની છતનો ભાગ તૂટીને રોડ ઉપર પડતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. જોકે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

- Advertisement -

ખંભાળિયાના મહાકાલી ચોકથી પાંચ હાટડી ચોક તરફ જતા રસ્તે આવેલું આશરે અડધી સદી જૂનું એક મકાન કે જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતું, સોમવારે સાંજે આશરે સાડા પાંચેક વાગ્યાના સમયે આ મકાનની પહેલા માળની દિવાલનો ભાગ એકાએક ધડાકાભેર તૂટી પડ્યો હતો. જર્જરિત મકાનનો આ કાટમાળ તૂટીને રોડ ઉપર પડતા થોડો સમય આસપાસના રહીશોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. સદભાગ્યે આ માર્ગ પર કોઈ રાહદારી કે વાહન પસાર ન થતાં મોટી થતા અટકી હતી.

આ બનાવ બનતા નગરપાલિકાના સેનિટેશન સ્ટાફના કર્મચારીઓ તાકીદે આ સ્થળે દોડી ગયા હતા અને કાટમાળ ઉપાડી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular