જામનગર પંચ-બી ડિવિઝનના પ્રોહિબીશનના કેસમાં નાસતા-ફરતાં આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર પંચ-બી ડિવિઝનમાં નોંધાયેલ પ્રોહિબીશનના કેસનો આરોપી અજય ઉર્ફે લાલો ભરત કનખરા નામનો શખ્સ નાસતો-ફરતો હોય, આ દરમિયાન જામનગર શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર પાસે ઉભો હોવાની પેરોલ ફર્લો સ્કવોડના ધર્મેન્દ્રભાઇ વૈશ્ર્ણવ, ભગીરથસિંહ સરવૈયા, કરણસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા તથા તેજેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોના પીએસઆઇ એલ.જે. મિયાત્રા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન અજય ઉર્ફે લાલો ભરત કનખરા નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે પંચ-બી પોલીસને સોંપી આપ્યો હતો.