જામનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતાં કેતન ઠક્કર ગઇકાલે તા. 31 માર્ચના રોજ તેમના જન્મદિવસે નિવૃત્ત થયા હતા.

દરમ્યાન કલેક્ટર ઓફિસ સહિતના સરકારી વિભાગ દ્વારા કલેક્ટરને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. કલેક્ટર કેતન ઠક્કર નિવૃત્ત થતાં તેમના સ્થાને જિલ્લા કલેક્ટર તરીકે આજે પરિમલ પંડયાએ વિધિવત્ ચાર્જ સંભાળ્યો હતો. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર હોય જેથી કલેક્ટર પંડયાના નેજા હેઠળ આગામી ચૂંટણીઓ યોજવામાં આવશે.
View this post on Instagram


