Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતરામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી

રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી

રામનવમીના પવિત્ર દિને અમદાવાદ નગરના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ દર્શનનો અનેરો લ્હાવો મેળવ્યો.
આ અંગે પરિમલભાઈએ જણાવ્યું હતું કે મારી આસ્થાના કેન્દ્રસ્થાને રહેલા ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજીની પૂજા-અર્ચના કરી ત્યારે રથયાત્રાની દિવ્યતા જેવો અહેસાસ થયો. જગન્નાથજી મંદિરની બીજી એક વિશેષતા તેની ગાગર-ભેટની હૂંડી છે, જ્યાં ભક્તજનો યથાશક્તિ દાન કરે છે. છેલ્લે ભગવાન જગન્નાથજી મંદિરની સુપ્રસિદ્ધ કાલી રોટી (માલપુઆ) અને સફેદ દાલની (દૂધપાક) પ્રસાદી ગ્રહણ કરીને જાણે એક તીર્થયાત્રા પરિપૂર્ણ કર્યાનો સંતોષ પ્રાપ્ત થયો છે. આ દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ મેળવી, તેમણે ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular