ખંભાળિયાના બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા બ્રહ્મ વિકાસ પરિષદના પ્રમુખ સંદીપભાઈ ભાનુપ્રસાદ ખેતિયાના 19 વર્ષીય પુત્ર કેશવનું ગઈકાલે ગુરુવારે અકાળે નિધન થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આવતીકાલે શનિવારે પરશુરામ જયંતિ હોય, આ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આશાસ્પદ એવા કેશવ સંદીપભાઈ ખેતીયાનું નિધન થતા આજરોજ શુક્રવારે રાત્રે નગરપાલિકા ગાર્ડનમાં રાખવામાં આવેલી શ્રીનાથજીની ઝાંખી તથા આવતીકાલે શનિવારે રાખવામાં આવેલી શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.