છોટીકાશીમાં દરેક ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામનવમીના પાવન તહેવારની ઉજવણી બાદ શહેરમાં પંગુની ઉતરીરામ ઉત્સવ ઉજવાયો હતો. તામિલનાડુમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તમિલવાસીઓમાં આ તહેવારનું મહત્વ છે. ભગવાન શિવ અને પાર્વતિની પૂજા કરવામાં આવે છે અને ભક્તો ભગવાન મુરુગનની પ્રાર્થના કરે છે. આ તહેવાર ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. કાર્તિક ભગવાનના લગ્નના આ ઉત્સવમાં તમિલવાસીઓએ જે માનતા રાખી હોય તે આ દિવસે માથા પર કાવળી રાખીને સમુહમાં મંદિરે જઇને ઉતારવામાં આવે છે. જે જામનગરમાં રહેતા તમિલ પરિવારોએ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર કાઢી હતી.