પોરબંદરના કોસ્ગાર્ડના એર એન્કલેવ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાઇલોટ સહિત 3ના મૃત્યુ થયા હતા. મૃતકોના પેનલ રિપોર્ટ માટે જામનગર જી.જી. હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડનું હેડકવાર્ટર આવેલું છે. કોસ્ટગાર્ડના એન્કલવ ખાતે ગઇકાલે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર લેન્ડ થઇ રહયું હતું. આ દરમ્યાન બે પાઇલોટ તથા એક ક્રુ મેમ્બરના મૃત્યુ થયા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા બે પાઇલોટ સહિત 3ના મૃતદેહોને પીએમ માટે જામનગર લાવવામાં આવ્યા હતા. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પેનલ રિપોર્ટ કરાયા હતા. આ દુર્ઘટનામાં કમાન્ડર (જેજી) સૌરભ, ડેપ્યુટી કમાન્ડર એસ. કે. યાદવ તથા નાવિક મનોજ પ્રધાનના મૃત્યુ થયા હતા. ફોરેન્સીક પી.એમ. બાદ ત્રણેય શહિદ જવાનોના મૃતદેહ પોરબંદર લઇ જવાયા હતા. જયાં સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્રણેય શહિદ જવાનોના સન્માન સાથે પોરબંદરમાં અંતિમ સંસ્કાર કરાયા