ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતાં ફરી એકવાર પાનનાં ગલ્લાઓ પર તવાઇ બોલાવામાં આવી છે. અમદાવાદમાં પાનના ગલ્લાંઓ બંધ કરાવવામાં આવ્યા બાદ હવે ગાંધીનગરમાં પાનના ગલ્લાંઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. ગાંધીનગરમાં 30 એપ્રિલ સુધી પાનના ગલ્લાઓ બંધ રાખવા માટે જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે.
ગાંધીનગરમાં કોરોનાના કેસો સતત વધવાને કારણે ગાંધીનગર કલેકટરે જાહેરનામું પાડયું છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે 30 એપ્રિલ સુધી પાનનાં ગલ્લાંઓ બંધ રાખવા માટે આદેશ કર્યો છે. ગાંધીનગર કલેકટકરે એપેડેમિક એકટ અંતર્ગત કલમ 144નું જાહેરનામું બહાર પાડયું છે. ગાંધીનગર શહેરમાં ગત રોજ 45 કેસ નોંધાયા હતા અને ર દર્દીઓના મોત નિપજયા હતા. જયારે રર દર્દીઓએ કોરોનાને માત આપી હતી. ગાંધીનગરમાં કોરોના કેસોનો કુલ આંક 4326 પર પહોંચ્યો છે. જેમાં એકિટવ કેસોની સંખ્યા 494 છે અને મોતનો કુલ આંક 33 છે. જયારે 3799 લોકોએ કોરોનાને માપ આપી છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ અમદાવાદમાં પણ પાનના ગલ્લાંઓ બંધ કરાવવામાં આવ્યા હતા. જે બાદ રાજયના અનેક શહેરોમાં પાનના ગલ્લાંઓ પર તવાઇ ફરમાવવામાં આવી રહી છે. પાનના ગલ્લાંઓ બંધ કરાવવામાં આવતા બંધાણીઓ અને વ્યસનીઓ ચિંતામાં મુકાયા છે.