Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપીએમ મોદીને મળ્યાં પદ્મભૂષણ સુંદર પિચાઇ

પીએમ મોદીને મળ્યાં પદ્મભૂષણ સુંદર પિચાઇ

- Advertisement -

ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે ભારતના જી-20 અધ્યક્ષપદ માટે પોતાનો ટેકો આપવા ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમામ લોકોના હિતમાં ઇન્ટરનેટના ઉપયોગ માટે અમે આતુર છીએ. ભારતમાં જન્મેલા ગૂગલના સીઇઓ પિચાઇએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સફળ મીટિંગ માટે આભાર. તમારા નેતૃત્વમાં ઝડપથી ટેક્નોલોજી સંબંધી ફેરફાર થઈ રહ્યા છે, જે પ્રેરણાદાયી છે. પિચાઇ ભારતના પ્રવાસે છે. તે ‘ગૂગલ ફોર ઇન્ડિયા 2022’ ઇવેન્ટમાં કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવા સાથે એક મંચ પર હતા. જેમાં પિચાઇએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલના ભાવિ વિઝન અંગે વિચાર રજૂ કર્યા હતા.પિચાઇએ જણાવ્યું હતું કે, ભાષાઓની સંખ્યામાં વધારો કરવા અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. તાજેતરમાં અમે ભારતની નવ નવી ભાષા ઉમેરી છે. જેમાં આસામીઝ, ભોજપુરી, કોંકણી વગેરેનો સમાવેશ થાય છે. અમે એક પાવરફુલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ પર કામ કરી રહ્યા છીએ. જેની મદદથી અમે હજારો ભાષામાં માહિતી પૂરી પાડી શકીશું. ઉલ્લેખનીય છે કે, પિચાઇને ચાલુ વર્ષે પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો. પિચાઇએ એવોર્ડ મેળવતી વખતે જણાવ્યું હતું કે, ભારત મારો એક ભાગ છે. હું જ્યાં પણ જઉં તેને મારી સાથે લઇ જઉં છું. હું નસીબદાર હતો કે એવા પરિવારમાં મારો ઉછેર થયો જ્યાં શિક્ષણ અને જ્ઞાનને મહત્વ અપાતું હતું. મને જીવનમાં યોગ્ય તકો મળે એ માટે મારા માતાપિતાએ મોટો ત્યાગ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular