Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળીયા હોસ્પિટલ ખાતે 10ટનની ક્ષમતા વાળી ઓક્સિજન ટેન્ક તૈયાર

ખંભાળીયા હોસ્પિટલ ખાતે 10ટનની ક્ષમતા વાળી ઓક્સિજન ટેન્ક તૈયાર

કલેક્ટર અને સાંસદના પ્રયાસોથી RSPL ઘડી કંપની દ્રારા સહાય કરવામાં આવી

- Advertisement -

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આવેલ કોવિડ હોસ્પિટલ ખાતે 10 ટનની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.

- Advertisement -

ઓક્સિજન ટેન્ક માટે દ્રારકા કલેકટર ડૉ.નરેન્દ્ર મીના તથા સાંસદ પુનમબેન માડમના પ્રયાસથી દ્રારકા સ્થિત RSPL ઘડી કંપની દ્રારા 10 ટનની ક્ષમતાથી તાત્કાલિક ઓક્સિજન ટેન્ક આપવામાં આવી છે. આ ટેન્ક દ્રારા ખંભાળીયા હોસ્પિટલ ખાતે ICU અને વેન્ટિલેટર બેડ પર સારવાર લેતા દર્દીઓ માટે ઓક્સિજનની વધુ સુવિધા ઉપલબ્ધ થશે.

- Advertisement -

ખંભાળીયા ખાતે ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવતા જરૂરીયાત મંદોએ ઓક્સિજન તાત્કાલિક મળી રહેશે. તેમજ જામનગર તથા સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ પર જઈને ઓક્સિજનના સીલીન્ડર માટે પરેશાન થવું નહી પડે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular