Monday, December 23, 2024
Homeરાજ્યભાટીયા પંથકમાં બે ફામ ઓવરલોડ ટ્રકો ચાલી રહ્યા છે, તંત્રના આંખ આડા...

ભાટીયા પંથકમાં બે ફામ ઓવરલોડ ટ્રકો ચાલી રહ્યા છે, તંત્રના આંખ આડા કાન

- Advertisement -

જામકલ્યાણપુર તાલુકાના બબ્બે પોલીસ સ્ટેશન સામે થી દિન રાત ઓવરલોડ ટ્રકો ચાલી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કેમ આંખ આડા કાન કારણે કરાઈ રહ્યા છે તે એક સળગતો પ્રશ્ન છે.

- Advertisement -

જામ કલ્યાણપુર તાલુકા પોલીસ સ્ટેશન તેમજ ભાટીયા ના પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશન સામે થી છેલ્લા બે મહિના થી વધુ ના સમય થી ઓવરલોડ ટ્રકો બે ફામ ચાલી રહ્યા છે. ત્યારે આ સતત અવરલોડ ટ્રક ચાલતા હોવા ના બે કારણ હોય શકે એક તો આ ઓવરલોડ ચલાવતા ટ્રકોના માલિક જામ કલ્યાણપુર તાલુકા ના પોલીસ ને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય અથવા પોલીસ ના ગાજવા આ લોકો ભરતા હોય શકે.

સતત માટેલા સાંઢની માફક ચાલતા ઓવરલોડ ટ્રકો ભાટીયાના રસ્તાઓ પર થી ફૂલ સ્પીડે પસાર થતા ધૂળની ડમરીઓને કારણે પાછળ આવતા વાહનોને આગળનું ન દેખાવાને કારણે છાસવારે નાના મોટા અકસ્માતો પણ થયા કરતા હોય સાથે સતત ધૂળની ડમરીઓને કારણે જે-તે વિસ્તારના લોકો, વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે લોકોના સ્વસ્થને પણ ભારે હાનિ થઈ રહી છે. પોલીસ પોતાનો નિજી સ્વાર્થને છોડીને દંડો ઉઠાવેને ભાટીયામાંથી નીકળતા આ અવરલોડ ટ્રકો તાત્કાલિક બંધ કરાવે તે પ્રજા હિતવાહક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular