Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદર્દીના પરિવારજનો દ્વારા સ્ટાફના અભાવે રોષ

દર્દીના પરિવારજનો દ્વારા સ્ટાફના અભાવે રોષ

દર્દીના પરિવારજનોએ નર્સિંગ સ્ટાફ હાય…હાય…ના નારા લગાવ્યા

- Advertisement -

યુનાઇટેડ નર્સિંસ ફોરમ દ્વારા નર્સની પડતર માંગણીઓને લઇને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતાં ગઇકાલે કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરાયા બાદ આજે જી.જી. હોસ્પિટલ નર્સિગ સ્ટાફ દ્વારા ફરીથી પોસ્ટર લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોરોના મહામારીમાં છેલ્લા બે વર્ષથી જીવના જોખમે ફરજ બજાવતાં નર્સ દ્વારા ગે્રડ પે, ખાસ ભથ્થાઓ સહિતના વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નર્સિગ સ્ટાફ દ્વારા આજે કામગીરીથી દૂર રહી પોસ્ટરો દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તો નર્સિગ સ્ટાફ કામગીરીથી દૂર રહેતાં જી.જી. હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં નર્સિગ સ્ટાફના અભાવે દર્દીઓને મુશ્કેલી પડી હતી. દર્દીઓના સગાઓમાં પણ આ પરિસ્થિતિને લઇને રોષ જોવા મળ્યો હતો. એકબાજુ કોરોનાની મહામારી ચાલી રહી હોય, હોસ્પિટલમાં દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર હેઠળ હોય, નર્સિગ સ્ટાફની હડતાલને લીધે દર્દીઓને મુશ્કેલીઓ પડી હતી. ત્યારે દર્દીઓના પરિવારજનોએ પણ વિરોધ કર્યો હતો. દર્દીઓના પરિવારજનોએ નર્સિગ સ્ટાફના અભાવે. નર્સિગ સ્ટાફ હાય…હાય…ના નારા લગાવી વળતો વિરોધ કર્યો હતો.
આમ કોરોના મહામારીમાં એકતરફ નર્સિગ સ્ટાફ પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો બીજીતરફ દર્દીઓના પરિવારજનોમાં પણ નર્સિગ સ્ટાફ વિરુધ્ધ રોષ જોવા મળતાં લોકોએ નર્સિગ સ્ટાફ વિરુધ્ધ દેખાવો કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular