જામનગરની સરકારી પંપહાઉસ પાસે પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઇ કરાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચાઓ ઉઠી છે. બાળકો પાસે સાફ-સફાઇ કરાવવામાં આવતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
જામનગરમાં પંપહાઉસ રોડ પર આવેલી પ્રાથમિક શાળામાં શાળાની ઇમારતની લોબીમાં બાળકો સાવરણી લઇ સફાઇ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. એક બાજુ સરકાર ભાર વિનાના ભણતરના દાવા કરે છે ત્યારે સરકારી શાળામાં બાળકોને સાવરણી પકડાવી સફાઇ કરાવામાં આવતા વાલીઓમાં રોષ છવાયો છે.