હળવદ તાલુકામાં ફરી એક વખત ગૌવંશ પર એસીડ અટેકની ઘટના સામે આવી છે. હળવદના દંતેશ્વર દરવાજા અને મામાના ચોરા વિસ્તારમાં નરાધમોએ છેલ્લા એક મહિનામાં ૩ ગૌવંશને એસિડ એટેક કરી ગંભીર રીતે ઘાયલ કરી હતી. ત્યારે ગઈકાલે પણ હળવદ તાલુકાના પલાસણ ગામે ગૌવંશ ઉપર નિર્દયતાપૂર્વક કોઈકે એસીડ અટેક કર્યો હોવાનું સામે આવતા ગૌ પ્રમીઓમાં રોષ ફાટી નિકળ્યો છે.
હળવદ તાલુકાના પલાસણ ગામે એક ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેના પર કોઈએ એસીડ અટેક કર્યો હોવાનું સામે આવ્યું છે. ગૌ પ્રેમીઓ દ્રારા તેની સારવાર અર્થે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ઉપરાઉપરી ત્રીજી વખત અબોલ પશુ ઉપર એસીડ અટેકની ઘટનાની ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. અને શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.
હળવદ શહેરની મધ્યમાં આવેલા દંતેશ્વર દરવાજા અને મામાના ચોરા વિસ્તારમાં નરાધમોએ છેલ્લા એક મહિનામાં ૩ ગૌવંશને એસિડ એટેક કરી ગંભીર રીતે ઘાયલ કરી હતી. આ સામાજિક તત્વો હજુ સુધી ઝડપાયા નથી ત્યાં વધુ એક ગાય પર એસીડ અટેકની ઘટના સામે આવી છે. અને પોલીસ દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો દ્રારા ઉઠી રહી છે.