Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય રીવાબા જાડેજાના જન્મદિનની સેવામય ઉજવણીનું આયોજન

ધારાસભ્ય રીવાબા જાડેજાના જન્મદિનની સેવામય ઉજવણીનું આયોજન

શિક્ષણ, આરોગ્ય, રમતગમત તથા સમાજ ઉત્થાન ક્ષેત્રે વિવિધ સેવા પ્રકલ્પો યોજાશે

- Advertisement -

જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાનાં જન્મદિનની સેવામય ઉજવણી નિમિત્તે તા. 5ના રોજ સવારે 10 વાગ્યે વિશ્વકર્મા વાડી, ગાંધીનગર રોડ, જામનગરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય, શિક્ષણ, કન્યા કેળવણી તથા સમાજ ઉત્થાન માટે ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા સ્વખર્ચે, ગ્રાન્ટમાંથી તથા બેંકનાં સૌજન્યથી વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવશે.

- Advertisement -

જે અંતર્ગત રીવાબા દ્વારા સ્વખર્ચે 21 દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધી ખાતામાં રુ. 11,000 ની પ્રથમ હપ્તાની ભેટ, સ્વખર્ચે વિદ્યાભારતી સંચાલિત શૈક્ષણિક સંસ્થાનાં તેમનાં મત વિસ્તારનાં બે વિભાગનાં 112 બાળકોને એક વર્ષ માટે દત્તક લેવાનો, સ્વખર્ચે 11 નવપરીણીત દિકરીઓને કરીયાવર ભેટ, સ્વખર્ચે 11 રમતવીરોને ક્રિકેટ કિટ અર્પણ તથા સ્વખર્ચે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બુથ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને રૂા. 10 લાખનો વીમો પ્રદાન કરવાનો પ્રકલ્પ સાકાર કરવામાં આવશે.

ઉપરાંત મહિલા ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી થેલેસેમિયા મેજર જેવા રોગનાં દર્દીઓ માટે રૂ. 5 લાખનું અનુદાન, એસ.બી.આઇ. નાં સૌજન્યથી ઇમરજન્સી સ્થિતિ માટે આઇ.સી.યુ. ઓન વ્હીલ અર્પણ કરવામાં આવશે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વોર્ડનં 2 માં મચ્છરનગરમાં લાયબ્રેરી- કમ- રીડીંગ રૂમ તથા સિવણ ક્લાસનું ખાતમુહૂર્ત, ધારાસભ્યનાં ગુરૂદ્વારા ચોકડી નજીક આવેલા કાર્યાલય પર આધાર કાર્ડ સમાધાન કેન્દ્રનો આરંભ, એસ.બી.આઇ.નાં સૌજન્યથી વોર્ડ નં 2 અને 4 માં આંગણવાડીનાં સમારકામ પછી પુન:લોકાર્પણ, એસ.બી.આઇ. નાં સૌજન્યથી વોર્ડ નં- 2 સ્થિત શાળા નં 32 માં અત્યાધુનિક કોમ્પ્યુટર ક્લાસરૂમનું ખાતમુહૂર્ત તથા સરકારનાં સ્માર્ટ શાળા પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 2 કરોડનાં ખર્ચે નિર્મિત શાળા નં. 31/57 ખાતે સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવામાં આવશે.

- Advertisement -

આમ મહિલા ધારાસભ્ય દ્વારા જન્મદિન નિમિત્તે સમાજ ઉપયોગી તમામ ક્ષેત્રે સેવા પ્રકલ્પો સાકાર કરી જન્મદિનની જનસેવામય ઉજવણીનું પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular