ગુજરાતમાં ચાઈનીઝ દોરી, તુક્કલના વેચાણ કરવા પર પ્રતિબંધ છે. આ મામલે હવે હાઈકોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે અને ગુજરાત સરકારને નવા સોંગદનામુ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટો આ મામલે ગુજરાત સરકારને ફટકાર આપતા આડે ગૃહ વિભાગ નવેસરથી સોંગદનામુ રજૂ કરશે. ગુજરાતમાં ઉતરાયણના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે ગુજરાતમાં ચાઈનીઝ દોરીનું ધુમ વેચાણ થઈ રહ્યુ છે. આ ચાઈનીઝ દોરીને કારણે રાજ્યમાં ગંભીર ઘટનાઓ બની છે અને તેના કારણે ત્રણ વ્યક્તિએ જીવ પણ ગુમાવી દીધો છે. આ મામલે હવે હાઈકોર્ટે આકરુ વલણ અપનાવતા ગુજરાત સરકારને ફટકારતા રાજ્ય સરકારને નવેસરથી સોંગદનામુ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સોંગદનામાં પુરી વિગત ન હોવાથી તેને ફટકાર આપી હતી.
આ ઉપરાંત હાઈકોર્ટે નોંધ પણ કરી છે કે લોક જાગૃતિ માટે રાજ્ય સરકારના સોંગદનામામાં કોઈ સ્પષ્ટ વિગત દર્શાવી નથી અને અગાઉના જાહેરનામાઓની વિગતો સોગંદનામાં મૂકી દેવાથી સરકારનો ભવિષ્યનો એક્શન પ્લાન છતો થતો નથી. હઈકોર્ટે સરકારને સ્પષ્ટપણે રાજ્ય સરકારને એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટ આ મુદ્દાની સુનાવણી આજે નિયત કરી છે. રાજ્ય સરકારને આજે કોર્ટમાં નવું સોંગદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ વિભાગ આજે નવુ સોંગદનામુ રજૂ કરશે. આ ઉપરાંત અરજદાર તરફથી પણ કેટલાક સૂચનો રજૂ કરાયા હતા. આ સુચનો પર જો સરકાર કામગીરી કરે તો લોકો અને પક્ષીઓને થતી ઇજા અને મૃત્યુ અટકી શકે છે.


