દિલ્હીમાં રહેતી એક નિર્દોષ યુવતીને વિધર્મી શખ્સ દ્વારા ચપ્પુ અને પથ્થરોના ઘા મારીને નિર્મમ હત્યા કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીની આ કલંકિત ઘટનાનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ખંભાળિયામાં પણ આ આરોપીને તાકીદે કડક સજા મળે તે માટે તેનો કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવા તથા તેને ફાંસી આપવા માટેની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે. આ જધન્ય બનાવ સંદર્ભે અહીંના એબીવીપીના કાર્યકરો દ્વારા અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં આરોપીનું પૂતળું બનાવી, પોસ્ટરો સાથે આરોપી વિરુદ્ધ સૂત્રોચાર કરી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.