ગુજરાત રાજ્યમાં તાઉતે વાવાઝોડાએ મોટું નુકશાન પહોંચાડ્યું છે. આ નુકશાનના કારણે રાજ્યમાં અનેક શહેરો અને ગામોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો છે. આ વીજપુરવઠો પુન: સ્થાપિત કરવા ઉના અને વિસાવદરમાં જામનગર પીજીવીસીએલ કચેરીની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી હોવાનું અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં તાઉતે વાવાઝોડાએ તેનો કહેર વર્તાયો હતો. આ કહેરના કારણે રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ ધરાશાઇ થઇ જવાથી વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જે શહેરોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હોય ત્યાં રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજપુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. રાજ્યના ઉના અને વિસાવદરમાં વીજપુરવઠો પુન: સ્થાપિત કરવા માટે જામનગર પીજીવીસીએલ કચેરીના કોન્ટ્રાકટરની 28 ટીમોના 140 શ્રમિકો અને ડિર્પાટમેન્ટની 7 ટીમના 27 કર્મચારીઓ તથા 12 કોન્ટ્રાકટરની ટીમના 45 શ્રમિકો તેમજ ડિર્પાટમેન્ટના 10 કર્મચારીઓ સહિતની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી હોવાનું જામનગર પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સી.કે.પટેલે જણાવ્યું હતું.
ઉના અને વિસાવદરમાં વીજપુરવઠો શરૂ કરવા જામનગરની ટીમો દ્વારા કામગીરી
તાઉતે વાવાઝોડાના કારણે વીજલાઇનને મોટું નુકશાન : જામનગર અધિક્ષક ઇજનેરના નેજા હેઠળ યુદ્ધના ધોરણે કામગીરી